કાશ આપણે પત્રવ્યવહાર ના જમાનામાં મળ્યા હોત
ત્યારે ના કોઈ whatsapp હોત, ના કોઈ instagram હોત
હોત, તો બસ એક લાંબો ઇંતજાર હોત
હું તને પત્ર લખત, તું પણ મને પત્ર લખત
અને એ વાંચીને આપણે કલાકો સુધી યાદોમાં ખોવાઈ જાત
અને તે પત્ર નો જવાબ આપત
અને પાછો એક લાંબો ઇંતજાર કરત
જ્યાં ભાવનાઓ વ્યક્ત કરવા માટે
અને સામેવાળાના દિલમાં શું ચાલી રહ્યું છે
તે જાણવા માટે પણ દિવસો
અથવા મહિનાઓ સુધી એકબીજાની રાહ જોવી પડત
પણ એ પણ છે કે જ્યારે તારો પત્ર મારા હાથમાં આવત
અથવા મારો પત્ર તારા ઘરના દરવાજે ઘંટડી વગાડત
ત્યારે અચાનક જ જાણે હૃદય નું ઓપરેશન થવાનું હોય
તેમ આ દિલના ધબકારા પણ વધી જાત
જ્યારે બંન્ને ને એકબીજાનો પત્ર મડત
ત્યારે એ જૂના કબાટના નાનકડા સંદુકમાં
એ પત્ર ને વર્ષો સુધી સાચવી રાખત
અને જ્યારે એકબીજાની યાદ આવત
ત્યારે તે પત્રને અશ્રુઓ દ્વારા ભીનો કરી નાખત
દિલની ભાવનાઓ વ્યક્ત કરવા માટે પણ
જ્યારે દિવસો સુધી રાહ જોવી પડત
તો ત્યારે કદાચ એકબીજાની આદત તો ના પડી જાત
એક આંગળી ના ટેરવે જવાબ આપવાની લત તો ના લાગી જાત
એટલે જ કહું છું
કાશ આપણે પત્રવ્યવહાર ના જમાનામાં મળ્યા હોત