Skip to Content

ખબર નહીં

14 August 2024 by
Jepin Tank

ખબર નહીં, હવે શું થશે?


તું મને પ્રેમ કરશ, હું તને પ્રેમ કરું છું

તો પણ ખબર નહિં

હવે તકદીર કઈ જગ્યાએ લઈ જાશે


ભાવનાઓ તારી અંદર પણ સમાયેલી છે

ભાવનાઓ મારી અંદર પણ સમાયેલી છે

તો પણ ખબર નહિં

ક્યા મશીન દ્વારા તે ભાવનાઓ પર અંકુશ લાવી શકાશે

ભૌતિક વિજ્ઞાનના કયા નિયમ દ્વારા તે લાગણીઓને નિરંકુશ કરી શકાશે


અઢળક પ્રેમ ભરેલો છે આ દિલમાં

અઢળક લાગણીઓ સમાયેલી છે આ દિલમાં

તો પણ ખબર નહિં કયા મલમ દ્વારા

આ પ્રેમ અને લાગણીઓ પર રૂઝાન લાવી શકાશે


ગુરુત્વાકર્ષણના કયા નિયમ દ્વારા

વિચારો અને લાગણીઓને અંદર સમાહિત કરી શકાશે

ન્યૂટનની ગતિનો કયો નિયમ

મને અને તને નિરંતર જોડીને રાખશે


મને તે પહેલી વાતચીત યાદ આવે છે

યાદોની સાથે થોડીક તકલીફ પણ દઈ જાય છે

તો પણ ખબર નહીં જે તારી યાદ ને મારાથી દૂર લઈ જઈ શકે

તેવી બીજી કોઈ ગોપી ક્યારે આવશે


આ દિલની રાધા તો તું જ છો

અને તું જ રહેવાની છો

પણ તું હોવા છતાં બીજી કોઈ રુક્મિણી ને અપનાવવી

શું આ અન્યાય કરવા પર ભગવાન મને માફ કરી દેશે


તું કેશ કે હું બીજા કોઈકને અપનાવી લઉં ...

પણ શું તે યોગ્ય કહેવાશે કે જ્યારે

દિલમાં તું રાસ રમતી હોઈશ

પણ બંધન બીજા કોઈક સાથે બાંધી લઉં ??


તેના કરતાં તો સારું કે

હું તારા સાથે જ જીવું

અને તારા સાથે જ મરી લઉં


Jepin Tank 14 August 2024
Tags
Archive