તું વરસાવી દે ને રે
ઓ મારી પ્રિયતમા ...
તું વરસવા દે ને રે
મારો પ્રેમ આજે રે ...
તું વરસાવી ...
વરસાદના આ હળવા છાંટા સાથે
તું ઠુમકાતી ... તું મલકાતી ...
તારી સંગાથે કૂદાકૂદ કરવી
વરસાદની આ ભીની પળોમાં
તું મને તારી સાથે ભીંજવને રે ...
ઓ મારી પ્રિયતમા
તું મને આજે ભીંજાઈ જવા દે ને રે ...
તું વરસાવી ...
ક્યારેક તારી સંગાથે દૂર સુધી જવું
હાથમાં હાથ નાખીને કલાકો સુધી ફરવું ...
તો ક્યારેક તારી નવી-જૂની
તૂટેલી-ફૂટેલી કે સિવાઈ ગયેલી યાદોમાં
તું મને પોતાની અંદર ખોઈ નાખ ને રે ...
ઓ મારી પ્રિયતમા
તું મને આજે ખોવાઈ જવા દે ને રે ...
તું વરસાવી ...
ક્યારેક તારી મશ્કરીઓ ઉડાડવી
તો ક્યારેક તારી સાથે લડવું-ઝઘડવું ...
એ બધાથી દૂર, તું પડતું બધું મૂક
કે જ્યાં તું ને તારી વાતો સિવાય
બીજા કોઈને આવવા ના દે રે ...
ઓ મારી પ્રિયતમા
તું મારી પાસે આવી જા ને રે ...
તું વરસાવી ...
તારા પત્રના જવાબની રાહ જોતો
તારો આ દીવાનો, તારો આ મસ્તાનો ...
તારી નયનના સાગરમાં ડૂબી ગયેલો
તારી અંદર સમાઈ ગયેલો
તું મને તારી પાસે બોલાવને રે ...
ઓ મારી પ્રિયતમા
તું મને આજે બોલવા દે ને રે ...
તું વરસાવી ...
ઓ સાંભળ મારી પ્રિયતમા
તું મને આજે તારી સાથે નાચવા દે ને રે ...
ઓ મારી પ્રિયતમા
તું મને આજે તારી સાથે રમવા દે ને રે ...
તું વરસાવી ...