દર્દ તારા દિલમાં પણ થાય છે
દર્દ મારા દિલમાં પણ થાય છે
પણ હવે તે તો સમય જ બતાવશે
કે તારા વગર કઈ રીતે જીવી શકાય છે
ના કોઈને કહી શકાય છે
ના હવે સહી શકાય છે
કાં તો તારા સાથે જીવી શકાય છે
કાં તો તારી યાદોમાં મરી શકાય છે
આ પ્રેમ પણ કેવી વિચિત્ર વસ્તું છે ને
જો તે બધાની મરજીથી થાય તો
તો તમામ તેનો સહર્ષ સ્વીકાર કરી લે છે
પણ જો લોકો તેની વિરુદ્ધ હોય તો
બન્ને જણા તડપી તડપી ને મરી જાય છે
ખબર નહીં આ પ્રેમની તકદીરનું
પરિણામ કેવું આવશે?
ખાલી એક બીજાને જોયા જ રાખશું
કે સાથે રહેવું પણ નસીબ માં આવશે?
પણ જો સાથે ન રહી શક્યા
તો મનના માડવામાં વસેલ
તું અને તારી યાદોનો દરિયો
અને હા, તારા હાથોની બનેલી એ કાલ્પનિક ચા
મને ખૂબ જ યાદ આવશે
બસ એક જ વાત કહે છે આ દીવાનો
તારા પ્રેમમાં પાગલ આ મસ્તાનો
જો ના થઈ શક્યા એકબીજાના આપણે
જો ના લડી શક્યા આ તકદીરથી આપણે
તો પણ યાદોમાં સદા જીવંત રહીશું
યાદોમાં યાદ બનીને મળતા રહીશું
ભલે કરી દીધા ભગવાને દૂર
એકબીજાથી આપણને
તો પણ સપનામાં આવીને સદા વાત કરતા રહીશું
અને એકબીજાની સાથે ભલે નહિં હોઈએ આપણે
તો પણ ક્યાંક ને ક્યાંક ફરી મળતા રહીશું