Skip to Content

મને એક વાત કહેવા દે

14 August 2024 by
Jepin Tank

આજે બસ મને એક વાત કહેવા દે

પ્રેમ તું મને કરશ

પ્રેમ હું પણ તને કરું જ છું

એટલે મને મારા પ્રેમનો ઈઝહાર કરવા દે


ભલે તન આપણા જુદા હોય

પણ મન તો એક જ છે ને

પ્રેમનો ઈઝહાર હું પહેલાં કરું

કે એ શુભ કાર્ય તું પહેલાં કર

વાત તો એક જ છે ને


એક વખત મળવાની ઈચ્છા થાય છે

કોઈ જ અશ્લીલ વાતો નથી કરવી મારે

ના કોઈ હોઠોં પર ચુંબન કરવાની ઈચ્છા છે


પણ આપણે એકબીજાની બાથમાં બાથ ભરીને

કલાકો સુધી બેશબ્દ બનીને એકબીજામાં ખોવાઈ જઈએ

અને જ્યારે આપણે ભાનમાં આવીએ ત્યારે

વર્ષો વિતી ગયા હોય

તેવું કંઇક જીવવાની ઈચ્છા થાય છે


તું જ હવે એક તડપન લાગશ

કુદરતનું કોઈક સુંદર સર્જન લાગશ

મીઠી મધુર વાણી સાંભળવી છે મારે

એટલે તું જ ઝાડ પરની કોયલનો ટહૂકો લાગશ


તારા સાથે ઝઘડવું પણ છે

ને જ્યારે તું રિસાઈ જાય ત્યારે મનાવવું પણ છે

ખાલી આ જ જન્મમાં નહિં પરંતુ

હર એક જન્મ માં મને તારા પર

અઢળક સ્નેહ વરસાવવું છે


જ્યારે તું મારા કલમ ની સ્યાહી બનશ

જ્યારે મારા વિચારોમાં કોઈ રમત રમશ

બેશબ્દ માં પણ જ્યારે તું શબ્દ બનીને

મારા ઉદાસ ચહેરાનું સ્મિત બનશ


ત્યારે જ તો આ કલમ ઉપડી શકે છે

અને તારી જ આ યાદોમાં યાદ બનીને

આ પાગલ કે જેની તું કવિતા સાંભળશ

તે કંઇક લખી શકે છે


તારા વગર હું કંઈ જ નથી

એક બેજાન લાશ સિવાય મને કંઈ સુજતું જ નથી

મને નથી જોઈતું કોઈ તારા સિવાય

તો પણ કદાચ આપણું મળવું

અને તકદીર થી લડવું શક્ય જ નથી


હા, કદાચ તને મારા પર ભરોસો જ નથી 😔


Jepin Tank 14 August 2024
Tags
Archive