ઓય સાંભળ ...
ઓય પાગલ ...
મારે એ ત્રણ જાદુઈ શબ્દો સાંભળવા છે
જે સંભાળતા અચાનક જ
હૃદયના ધબકારા વધી જાય છે
હૃદય ધક-ધક કરવા લાગી જાય છે
મારે એ શબ્દો સાંભળવા જ છે
એ ત્રણ જાદુઈ શબ્દો સાંભળવા હું આતુર છું
આતુર પણ છું અને ચિંતાતુર પણ છું
જેના વિશે વિચારતા જ ખબર નહીં શું
પણ કંઇક થઈ જાય છે
એ ત્રણ જાદુઈ શબ્દો સાંભળવા
હું તારી તીખી-મીઠી યાદો સાથે
એ પવિત્ર જગ્યાએ કે જ્યાં
આપણી છેલ્લી મુલાકાત થઈ હતી
અને આપણે એકબીજાના નયનોમાં
ડૂબી ગયા હતા
તથા હોશ આવતા જ
પાછા અજનબી બની ગયા હતા
ત્યાં તારી રાહ જોઈ રહ્યો છું
જેનાથી જનમો જનમનો નાતો જોડાયેલો છે
જેનાથી જનમો જનમની પ્રીત બંધાયેલી છે
જે 'હું' અને 'તું' માંથી 'આપણે' બનાવે છે
શરીર બે, પરંતુ મનને એક બનાવે છે
અને હા...
એ ત્રણ જાદુઈ શબ્દો સાંભળવા
તને કંઇક અજુગતું સંભળાવવા
હું ખૂબ જ આતુર છું
તો હવે મને વધારે તડપાવ નહીં ને
અને કહી દે તારા મનની પણ વાતો
એ ત્રણ મધથી પણ મીઠાં
કોયલથી પણ સુરીલા
ત્રણ જાદુઈ શબ્દો
કે જે સાંભળ્યા પછી
બીજુ કંઈ જ બાકી રહી નથી જતું
રહી જાય છે ... તો બસ ...
તારા ને મારા મીઠાં સ્મરણો
તારી ને મારી મીઠી યાદો
તારી ને મારી છેલ્લી મુલાકાતો